દાળ

સવારે દાળમાં
બ્લેન્ડર ફરતું’તું;
ગો..ળ… ગો..ળ..
આપણે ફેરા ફર્યા’તાં ને એમ જ!
દાળ ઓગળી ગઇ,
આપણે એકબીજામાં ઓગળ્યા’તાં ને એમ જ!
ધીમે..ધીમે…
દાળ ઉકળવા માંડી,
થોડી ઉભરાઇ,
ને સ-રસ જીંદગી જેવી
સ્વાદિષ્ટ બની ગઇ!

2 thoughts on “દાળ”

  1. જેની દાળ સુધરી તેનો દિવસ સુધર્યો….. લગ્ન જીવન ના દરેક દિવસો સારા જાય તેવી લગ્ન દિવસે શુભકામના..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *