Archive for April, 2010

પ્રિય સૌ,

આજે જે કવિતા અહીં મુકી છે તેનું એક વિશેષ કારણ છે. મારા અને અભિનય (મારા પતિ)ના લગ્નને એક વર્ષ અને બે મહિના થયા. લગ્ન પછી સંજોગો વશાત આમારે જુદા જુદા અલગ શહેરમાં રહેવું પડયું. અમે આખા અઠવાડિયામાં શનિ-રવિ મળતા. એ દિવસો બહુ કપરા હતા. પણ હવે સંજોગો પણ આમારી ધીરજ સામે હારી ગયા એ અમને એક કરવા માટે અમને જગ્યા કરી આપી. એ કપરા દિવસોમાં જ આ કવિતા જેવું કંઇક લખાયું છે જે તમારી સામે મુકુ છું.

મોબાઇલના CUG પ્લાન પર
લટકી રહ્યો
એક સંબંધ
ક્યાં છો?? – ‘અહીં કે તહીં’
જમી લીધું?? – ‘હા કે ના’
જેવા રોજીંદા સવાલો
ને એના જ સહારે
સતત સાથે હોવાનો ભ્રમ
કાશ,
મારી એકલતા
સ્પીડ ડાયલ થઇ જાય
પહોંચી જાય ઇશ્વર પાસે
તો હું
તારી પાસે પહોંચી શકું!!!

(પ્રિય સૌ, ઘણી ખરી રીતે મારી રચનાઓ એટલી પાકટ નથી હોતી. મારી રચનાઓ વિશે મને કંઇ જાણવા મળે એ આશયથી જ હું અહીં રચનાઓ મૂકુ છું. માટે આપના નિખાલસ અભિપ્રાય મને ગમશે જ. મારી રચનામાં કોઇ ક્ષતિ લાગે તો જરુરથી મને ઇ-મેઇલ દ્વારા કે કમેન્ટમાં લખશો.)

પતંગિયાની સાથે ફૂલ ઉડતા,
ને પંખી ની સાથે વાદળ.
આજે ધરતીએ ઓઢી લીધી છે,
જુઓ આકાશ નામની ચાદર.
વાત ફેલાઇ ગઇ છે,
ગામ-ગામને પાદર,
વૃક્ષો કરે છે પ્રણામ સાદર!!

(૨૪-૧૧-૨૦૦૩)

Page 1 of 212