19
Dec
કુંડળી
હું તને ચાહુ છુ,
એમ કહેવા કરતાં
શું મૌન રહેવું યોગ્ય નથી??
ન પીડા, ન વિયોગ, ન વેદના,
ચાહવું,
ને ચાહી ને છૂટા પડવું,
એના કરતાં મૌન રહેવું.
માની લઇએ,
આપણી હુંડળીમાં લખાયો હશે આવો યોગ,
જેમાં હશે ફક્ત વિયોગ.
શબ્દની યાત્રા નો થાક નથી લાગતો….એ આપણા થાકને થકવી નાખે છે…. એ અનુભૂતિનું વિશ્વ છે….શબ્દોમાં કદાચ બરાબર વ્યક્ત ન પણ થાય. અને એ પણ જો માતૃભાષાનું વિશ્વ હોય તો મા જ જેવુ લાગે! અહીં મુકેલું કાવ્ય કદાચ પુરુ નથી….એડલે વાચકો ને આગળ વધારવાની છૂટ છે….!
કલમના ખોળે માથુ
ને શબ્દો ફેરવશે હાથ
નીંદર આવશે મીઠી
જાણે માનું હેત
આનંદની એ હેલી
પુસ્તક ભરશે બાથ
ગણ-ગણશે તન મન
જાણે પંખીના ગાન!
હું તને ચાહુ છુ,
એમ કહેવા કરતાં
શું મૌન રહેવું યોગ્ય નથી??
ન પીડા, ન વિયોગ, ન વેદના,
ચાહવું,
ને ચાહી ને છૂટા પડવું,
એના કરતાં મૌન રહેવું.
માની લઇએ,
આપણી હુંડળીમાં લખાયો હશે આવો યોગ,
જેમાં હશે ફક્ત વિયોગ.