Archive for February 20th, 2012

ઓફિસની લિફ્ટમાં
મૂક્યાં છે
ત્રણે તરફ અરીસા
જેમાં જોઇ શકાય છે
સવારનો ખીલેલો ચહેરો
સાંજનો મુરઝાયેલો ચહેરો
પ્રતિબિંબિત થાય છે
મારા જ અસંખ્ય ચહેરાઓ
બારણું ખુલે છે
ને હું નીકળી જાઉ છું
અસંખ્ય ચહેરાઓની બહાર!

Page 1 of 11