20
Feb
ચહેરાઓ
ઓફિસની લિફ્ટમાં
મૂક્યાં છે
ત્રણે તરફ અરીસા
જેમાં જોઇ શકાય છે
સવારનો ખીલેલો ચહેરો
સાંજનો મુરઝાયેલો ચહેરો
પ્રતિબિંબિત થાય છે
મારા જ અસંખ્ય ચહેરાઓ
બારણું ખુલે છે
ને હું નીકળી જાઉ છું
અસંખ્ય ચહેરાઓની બહાર!
This entry was posted
on Monday, February 20th, 2012 at 17:30 and is filed under અછાંદસ કાવ્યો, અપ્રકાશિત કાવ્યો.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.


8 comments so far
Leave a reply