Archive for March, 2012

સમય થંભી જાય
અટકી જાય આખી દુનિયા
ને સંભળાય
ચોતરફ
માત્ર વીણાના સૂર
બસ ત્યારે જ
રચાય છે
એક બીજું વિશ્વ!

ખાલી હાથે જાઉ છું
ફંફોસુ છું મારા સંસ્મરણો
શાળાના મેદાનમાં
પાડેલા મારા પગલાં
સવારે જ હરિજન વાળી ગયો છે!

Page 1 of 212