15
Apr
સંચો
એક માણસ
પગથી સંચો ચલાવે
ને પગભર કહેવાય
લોકોના કપડાંને
રફૂ કરે, સાંધે, નવા બનાવે
સાથે સાથે સીવતો જાય
પહેલી તારીખથી આખર તારીખને!
કોઇ શરીર ધૂમ્રસેર થઇ જાય છે
ને ભળી જાય છે હવામાં
જેના શ્વાસ ભળ્યા હશે
ક્યારેક બીજા કોઇના શ્વાસમાં
“કાઢી” જવાની વાત
કાઢી નાખવા જેવી નથી
વિલિન થઇ ગયેલું શરીર
વિસરી જવું સહેલું નથી
આભાસ થાય આસપાસ સતત
ને પાંપણ સાવ કોરી નથી
શબ્દોથી નહિ તો કાંઇ નહિ
આંસુની અંજલી ઓછી નથી.
એક માણસ
પગથી સંચો ચલાવે
ને પગભર કહેવાય
લોકોના કપડાંને
રફૂ કરે, સાંધે, નવા બનાવે
સાથે સાથે સીવતો જાય
પહેલી તારીખથી આખર તારીખને!