Archive for May 20th, 2012
20
May
પંખો
વેકેશનની મજા નું એક ગીત…….
પંખો અમથો અમથો ફરતો
ઠંડી ઠંડી હવા આપતો
પરસેવાને ગાયબ કરતો
પંખો અમથો અમથો ફરતો
મારી સાંભળેના કોઇ વાતો
પંખો વાતો કરતો
એકલા એકલા ઘરમાં એ
મારી સાથે રમતો
પંખો અમથો અમથો ફરતો
બરફ, આઇસ્ક્રીમ, કૂલ્ફી ખાતો
એ’ય બપ્પોરે ઘરમાં રહેતો
ચેસ, કેરમ ને વેપાર રમતો
વેકેશનની મજા માણતો
પંખો અમથો અમથો ફરતો
Page 1 of 11

