• અછાંદસ કાવ્યો,  અપ્રકાશિત કાવ્યો

    શર્ટનું બટન – ૨

    ચીવટથી સાચવી રાખેલા શર્ટનું બટન તૂટ્યું સવારે ઘરના કામમાં ડૂબેલી આંખો તારી આંખોમાં સ્થિર થઈ તારી આંખોમાં દેખાયું મને તારું આખ્ખુ વિશ્વ બટન ટાંકતાં-ટાંકતાં મે મારું હ્રદય સીવી લીધું તારા હ્રદય સાથે તારા હોઠ તો ક્યારના’ય સીવાઈ ગયા’તા! તા.ક. – શર્ટનું બટન -૧ માટે અહીં ક્લિક કરો