અછાંદસ કાવ્યો,  અપ્રકાશિત કાવ્યો

સાબિતિ

હંમેશાં
આપણે ટાપશી પૂરાવાની
આપણા હોવાની.

દરેક જગ્યાએ
વચ્ચે પડીને પણ
બતાવતાં રહેવાનું
‘હું હયાત છું.’

આપણી ખબર લેતાં રહેવાની બધાએ
તો જ આપણું હોવાપણું ખરું.

આપણે જીવીએ છીએ
જીવતાં છીએ
કે જીવંત છીએ
એટલું પુરતું નથી??

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *