• અપ્રકાશિત,  વાર્તાઓ

    જન્મદિનની ભેટ

    શ્યામા આરામ ખુરશીમાં બેઠા બેઠા વિચારી રહી હતી…લગ્ન પછીનો આ મારો પાંચમો જન્મદિવસ છે પણ સોહનને યાદ નથી. હવાની લહેર સાથે સાથે અનેક વિચારોની લહેર પણ આવી…સોહન પોતાની વર્ષગાંઠ હોય કે લગ્નતિથિ ક્યારેય ભૂલ્યો નથી. હજી યાદ છે લગ્ન પછી જ્યારે પહેલીવાર પોતાનો જન્મદિવસ આવ્યો ત્યારે સોહન દરરોજ કરતાં વહેલો ઉઠી ગયો હતો અને બેડરૂમમાં રાખેલા ડ્રેસીંગ ટેબલ પરના કાચ…