Archive for the ‘અપ્રકાશિત કાવ્યો’ Category

30
Jan

ગાંધી

   Posted by: vasantiful

આ કાળો
આ ધોળો
આ આવો
આ તેવો
સાંભળુ છું ત્યારે
મારી અંદર
સળવળે છે
ગાંધી!

23
Jan

મા તે મા

   Posted by: vasantiful

મારી માએ કરી પા
ને ઠોળી દીધો પા ભાગનો પ્રેમ મારી ઉપર
પછી અમે આલિંગનબધ્ધ થયા
ને
એના માથાનું તેલ ચોંટ્યું મારા ચશ્મા પર..

આખો દિવસ
બધા ચહેરા ધૂંધળા દેખાવા લાગ્યા
ને શોધવા લાગ્યા બધા ચહેરા
કે કોઇ મળતો આવે છે મા સાથે????
પછી યાદ આવ્યું
મા તે મા બીજા બધા વન વગડાના વા!!

Page 20 of 42« First...1018192021223040...Last »