4
Mar
વ્હીસલ
સવારે ઉઠું
ભગવાનના દર્શન તો ઠીક
નામ પણ ના લેવાય
હાથમાં કૂકર પકડું
એ વ્હીસલ પર વ્હીસલ વગાડે
ને હું અટકું પણ નહી!
એને નડતી નથી કોઇની આણ
હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
ભૂલી ગયો છે જમના ગોદાવરીના ગામ
હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
માખણ મીસરીના ક્યાં છલકે છે ઠામ
હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
વાંસળીના સૂરમાં ક્યાં છલકે કોઇ નામ
હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
નરસિંહના ભજનમાં બોલાતા કૃષ્ણના દામ
હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
સદીઓથી મીરાંના મનમાં ઉગેલી એક વાત
તું ક્યારે થઇ ગયો આંસુ પ્રુફ મારા શ્યામ?
સવારે ઉઠું
ભગવાનના દર્શન તો ઠીક
નામ પણ ના લેવાય
હાથમાં કૂકર પકડું
એ વ્હીસલ પર વ્હીસલ વગાડે
ને હું અટકું પણ નહી!