Archive for the ‘અપ્રકાશિત કાવ્યો’ Category

13
Sep

અરની

   Posted by: vasantiful

(અરની એટલે મારા હસબન્ડ – અભિનયના મિત્ર અપૂર્વ અને નીલીમા ની દીકરી, જેને ૧૦ સપ્ટેમ્બરે ૧ વર્ષ થયુ. આમતો રહે છે વિદેશમાં એટલે રુબરુ મળી નથી પણ ક્યારેક કોઇ સાથેનું રુણાનુબંધન હોય કે મળ્યા વગર પણ લાગણી થાય. એ જ લાગણીમાંથી પ્રગટી છે એક કવિતા જે આજે વાચકો સાથે વહેંચી રહી છું.)

જંગલમાં ક્યાંક હરણી આવે
સામેથી જુઓ “અરની” આવે

ફૂલ જેવું હસતી એતો
ને ક્યારેક રડતી
રાજાની અદાથી એતો
સૌના દિલ પર રાજ કરતી

લાલ-લાલ ગાલ એના
ને મોટી-મોટી આંખો
એક દિવસ ઉગશે તને કલ્પનાની પાંખો
વિશ્વ ઉભું છે સામે આભ જેવું
જા ઉડ,
આભે અડવાની ના હોય કોઇ સીમા!!!

30
Aug

બે કાવ્યો

   Posted by: vasantiful

૧. પગલાં

ભીની માટી પર પાડેલાં
પક્ષીઓના પગલાંને
A.M.C. નો કામદાર
તબાસરામાં ભરે છે પાવડે પાવડે
ને ક્યાંક ઠાલવે છે
પછી,
કોઇ બાળક
શરુ કરે છે,
એના પર પગલાં પાડવાનુ….!!

(AMC – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)

૨. સપ્તર્ષિ

ઘરેથી નીકળુ છું ત્યારે
લાગે છે
સપ્તર્ષિનો એક તારો ખરી પડે છે
બીજે ક્યાંક ઝળહળવા માટે
અને આકાશ
ભરાઇ જાય છે અંધકારથી!!!!

Page 39 of 42« First...1020303738394041...Last »