3
Apr
ચાર હાઇકુ
૧/ શમણા મારા
રંગાયા સાત રંગે
રંગોળી સંગે!
૨/ સતત ઉગ્યું
મારી અંદર કંઇક
ખબર નંઇ!
૩/ કાગળ પેન
સંતાકૂકડી રમે
કેટલા દિ’??
૪/ ચોકઠું બા’રે
ખડખડાટ હસે
બોખો ચહેરો!
એક માણસ
પગથી સંચો ચલાવે
ને પગભર કહેવાય
લોકોના કપડાંને
રફૂ કરે, સાંધે, નવા બનાવે
સાથે સાથે સીવતો જાય
પહેલી તારીખથી આખર તારીખને!
૧/ શમણા મારા
રંગાયા સાત રંગે
રંગોળી સંગે!
૨/ સતત ઉગ્યું
મારી અંદર કંઇક
ખબર નંઇ!
૩/ કાગળ પેન
સંતાકૂકડી રમે
કેટલા દિ’??
૪/ ચોકઠું બા’રે
ખડખડાટ હસે
બોખો ચહેરો!