“ઇચ્છાઓ”

સામેના પીપળા પરથી
ખરે છે પાંદડા
બસ
ઍટલી સાહજીકતાથી
નથી ખેરવી શકતી
હું
મારી ઇચ્છાઓ!

“સ્મૃતિઓની વાવ”

સાવ હવડ થઇ ગઇ છે
સ્મૃતિઓની વાવ
પગથિયે પગથિયે થઇ ગઇ છે લીલ
લપસી જાઉં વારે વારે
એ ડરે ઉભી છું
બહાર!

ઇસ્ત્રી કરેલાં કપડાં,
બેલ્ટ,
ડાયરી,
લેપટોપ,
ચાર્જેર
બધો સામાન ગોઠવાઇ ગયો છે
ને સાથે સાથે
ગોઠવાઇ ગયું અનાયાસે
મારું હ્રદય!

Page 3 of 5112345102030...Last »