કોઈની સાથે
ખભેખભો મીલાવીને
ચાલતા હોઈએ
બસ એમ જ
આપણે ચાલ્યા કરીએ છીએ
ઘડિયાળના કાંટા સાથે.
છ વાગ્યા : દૂધવાળો હશે….
આઠ વાગ્યા : છાપાવાળો હશે…
દસ વાગ્યા : શાકવાળી હશે….
બાર વાગ્યા : રિક્ષાવાળો હશે…
ચાર વાગ્યા : ફેરિયો હશે….
અને
અચાનક એક દિવસ
આપણે ચાલ્યા જઈએ છીએ
ક્યાંક દૂ…..ર…….
ઘડિયાળને રડતું મૂકીને !!

(પ્રકાશિત – રીડગુજરાતી)

અડકો – દડકો, ચોરપોલીસ
રમતા બે ભાઇ
રડે છે, પડે છે,
વઠે છે, ઝગડે છે
બુચ્ચા-કીટ્ટા, કીટ્ટા-બુચ્ચા થ્હય છે
ધીમે ધીમે
રમકડાથી શ્રુ થતો ઝગડો
બાપની મિલ્કત સુધી પહોંચે છે
ને અબોલા થાય છે
જે છેક સુધી રહે છે…

(૧૯-૧૨-૨૦૦૨)