14
Mar
મહેમાન
કુણો કુણો પીળો તડકો
બારીમાંથી ડોકિયું કરી ગયો
ને મને એ જોઇ ગયો
ઉગી એને બે પાંખો
ને આખા ઘરમાં ફરી વળ્યો
પછી,
એણે દસ્તક દીધી દરવાજા પર
ને મહેમાન બનીને આવી ગયો
સ્પર્શીને સૌ વસ્તુને
બહુ જલ્દી એ ચાલ્યો ગયો
કણ-કણ બનીને રજકણમાં પરોવાઇ ગયો
કુણો કુણો પીળો તડકો
બારીમાંથી ડોકિયું કરી ગયો!!!
(૭-૦૭-૧૯૯૯)

