28
Jun
પગભર
ઘૂંટણીએ ચાલતાં ચાલતાં
હું આજે પગભર થઇ ગઇ
ઘોડિયા અને ઘડિયાળ વચ્ચે
હું ક્યાંક અટવાઇ ગઇ
દફતર, લેસન, વેકેશન
એ મઝા હવે પૂરી થઇ
લાગે છે હવે મને
ખરી આજીવન કેદ થઇ!!
પાનખર છે છતાં
શબ્દોનો ચિક્કાર નશો કરી
ચહેરે વસંત રાખુ છું
વિરહની બળતી-ઝ્ળતી ક્ષણોને
હ્રદયમાં કેદ રાખુ છું
બસ આ વાત
તને જ ફૂલ પુછુ છું
શું ખરેખર તું પતંગિયાને પ્રેમ કરુ છુ???
કે કાંટાના ચોકી પહેરાથી તું ડરુ છું,
ને ચહેરે વસંત રાખુ છું???
(પ્રકાશિત – કવિ)
ઘૂંટણીએ ચાલતાં ચાલતાં
હું આજે પગભર થઇ ગઇ
ઘોડિયા અને ઘડિયાળ વચ્ચે
હું ક્યાંક અટવાઇ ગઇ
દફતર, લેસન, વેકેશન
એ મઝા હવે પૂરી થઇ
લાગે છે હવે મને
ખરી આજીવન કેદ થઇ!!