2
Oct
લકવો
લકવાગ્રસ્ત થયેલો હાથ
ધ્રુજતા ધ્રુજતા
હજી પણ ક્યારેક
કરે છે કવિતા
કારણ કે
લાગણીઓને ક્યારેય
નથી થતો લકવો!!!
વૃક્ષને ખબર નહિ
વસંત વિશે
ફૂલ આપે એક વ્યાખ્યા :
“જ્યારે આંખ્યુમાં મેઘધનુષી રંગ
બસ એટલે જ વસંત”
ને વૃક્ષ સમજી જાય છે!!!
લકવાગ્રસ્ત થયેલો હાથ
ધ્રુજતા ધ્રુજતા
હજી પણ ક્યારેક
કરે છે કવિતા
કારણ કે
લાગણીઓને ક્યારેય
નથી થતો લકવો!!!