30
May
શૂન્યાવકાશ
ચોતરફ શૂન્યાવકાશ
ને હું
કરું
શૂન્યમાંથી જ
સર્જન
અને
શૂન્યનું વિસર્જન
‘હું’ નું વિસર્જન
મિશ્રણમાંથી
તત્વનું સર્જન !!
(પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
મારુ ઇનબોક્ષ
છલકાય છે તારા SMSથી
ને મારુ હ્રદય લાગણીઓથી
મને પુછ્યા કરુ છું કેટલાય પ્રશ્નો
ને જવાબ તારી પાસે માગુ છું
મારા વિશે’ય નથી વિચાર્યુ ક્યારેય
એટલું તો તારા વિશે વિચારુ છું
મારી ડેસ્ક પર બેઠા બેઠા
કે વરસાદમાં ચા પીતા પીતા
કારણતો આ બધાના હું મને પછુ છું
પણ જવાબ તો આખરે તારી પાસે માગુ છું!!!!
[આજે અભિનયના જન્મદિવસે મારા તરફથી અભિનયને, તેમના માટે જ લખેલી કવિતા... અંતરની શુભેચ્છાઓ સાથે..!!]
ચોતરફ શૂન્યાવકાશ
ને હું
કરું
શૂન્યમાંથી જ
સર્જન
અને
શૂન્યનું વિસર્જન
‘હું’ નું વિસર્જન
મિશ્રણમાંથી
તત્વનું સર્જન !!
(પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)