ફીંગર પ્રીન્ટ

સવારે બાગમાં
ફરતાં-ફરતાં,
એક લાલ ગુલાબ પર,
મને ઝાકળના ફીંગર પ્રીન્ટ મળ્યા !
જાણે,
તમારું આવવું,
ને પગલાંની છાપ છોડી જવું !
ને પછી કદી ન મળવું…!!!

(પ્રકાશિત : રીડગુજરાતી- ૧૯, માર્ચ ૨૦૦૬)

મૌન રેખા

heart

મૌનની એક સમાંતર રેખા
ખેંચાઇ ગઇ આપની વચ્ચે,

તેં કે મેં કોણે ખેંચી નથી ખબર,
છતાં ખેંચાઇ રહી આગળ આગળ
ગુંગળામણ ગભરામણ થઇ રહી અંદર અંદર
ડરને અવિશ્વાસ પણ વધી રહ્યો છે,
છતાં વિશ્વાસ છે,
મથામણ કરવા છતાં મનને ન મનાવી શકી
શું કરવું શું ન કરવું નક્કી ન કરી શકી,

મેં કર્યો એક પ્રયત્ન
હવે તું કર એક પ્રયત્ન
એ મૌનની રેખા સમાંતર રેખાને છેદવાનો વાણીથી

બસ હવેતો સીમા’ય આવી ગઇ મૌનની
છતાં અહીંથી વાણી શરુ નથી થતી.

કોણ કરશે પહેલ હું કે તું?????

(પ્રકાશિત : સંદેશ – ‘મહેફિલ’ ૧૫, ફેબ્રુઆરી ૨૦૦૦)

Facebook Auto Publish Powered By : XYZScripts.com
Facebook