Skip to content

વાસંતીફૂલ Posts

મનીપ્લાન્ટ

બાલ્કનીના કૂંડામાં વાવેલા મનીપ્લાન્ટને ફૂટી એક કુંપળ ને મને પ્રર્શ્ન થયો “આ વખતે કેટલું ઇન્કરીમેન્ટ મળશે?” [શહેરી જીવનમાં પૈસા કમાવવા હાંફી જવાય ત્યાં સુધી દોડતા માણસને પ્રકૃતિની લીલાશ દેખાતી નથી – સ્પર્શતી નથી. નવી ઉગતી કુંપળમાં એને નવી આશા નહીં પણ પોતાને મળવાના ઇ ન્કરીમેન્ટની રકમના આંકડા દેખાય છે. એ…

તારી સાથે

રેતીમાં પાડેલાં પગલાં લૂછાઈ જશે…. પાંચ મિનિટ પછી કદાચ, કોઈને ખબર પણ ના હોય, કે આપણે અહીંથી સાથે પસાર થયા છીએ. છતાં, તારી સાથે ચાલેલાં થોડા ડગલાં, મારી સ્મૃતિમાં અકબંધ રહેશે ! (પ્રકાશિત – રીડગુજરાતી – ૧૯, માર્ચ ૨૦૦૬)