Skip to content

Tag: અછાંદસ કાવ્યો

ટાઈમ્સ સ્કેવર

લાઈટોની ચકાચોંધે આંખો અંજાઈ છે જેમ વર્ષો પહેલાં ગામથી આવ્યા ત્યારે બાપુની અંજાઈ’તી. બધુ રાબેતા મુજબ ગોઠવાઈ ગયું’તું પણ મન ક્યાંય ગોઠતું નહોતું. ઘરની પીઢ ખસેડાઈ’તી નવી જગ્યાએ ઘર બનાવવા ને ઘર આખ્ખું છાપરા વગરનું ‘ટાઈમ્સ સ્કેવર’પર ઉભા ત્યારે સમયે એક વર્તુળ પુરું કર્યું છે.

સાબિતિ

હંમેશાં આપણે ટાપશી પૂરાવાની આપણા હોવાની. દરેક જગ્યાએ વચ્ચે પડીને પણ બતાવતાં રહેવાનું ‘હું હયાત છું.’ આપણી ખબર લેતાં રહેવાની બધાએ તો જ આપણું હોવાપણું ખરું. આપણે જીવીએ છીએ જીવતાં છીએ કે જીવંત છીએ એટલું પુરતું નથી??

Please wait...

Subscribe to our mailing list!

Be a part of our family!