Skip to content

મારો પરિચય

Abhihir

લગ્ન પહેલાં હીરલ મનોજકુમાર ઠાકર અને હવે હીરલ અભિનય વ્યાસ. સ્ત્રી તરીકે બીજા જન્મની શરુવાત ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૦૯ એ કરી.

અભ્યાસમાં એક ‘એવરેજ’ વિધ્યાર્થિની અને અભ્યાસ કાળમાં એક શાંત અને અંતરમુખી સ્વભાવ વાળી વિધ્યાર્થિની તરીકે ગણતરી થતી. બાલમંદિરથી બારમા ધોરણ સુધીનુ શિક્ષણ ગુજરાતી માધ્યમમાં અને કોમ્યુટરમાં સ્નાતક અને અનુસ્નાતક અંગ્રેજી માધ્યમમાં. કદાચ ગુજરાતી માધ્યમના શિક્ષણને કારણે જ ગુજરાતી ભાષા સાથે નો સંબંધ જળવાઇ રહ્યો. ગુજરાતીનો તાસ ચાલતો હોય ત્યારે લગભગ પોણો ક્લાસ બગાસા ખાતો હોય ત્યારે હું “અમે એક જ ડાળના પંખી” કે પછી પન્નાલાલ પટેલની “ખરી મા” માં ડુબેલી હોઉં. કવિતાઓ કે પ્રશ્નોના જવાબ ક્યારેય ગોખવા નહોતા પડતા.

આમતો બાળક ૫ વર્ષે લખવાનુ શરુ કરે પણ મેં લખવાની (અલબત્ત કવિતા લખવાની 🙂 ) શરુવાત ૧૨ વર્ષે કરી. મમ્મી એક શિક્ષિકા એટલે વેકેશનમાં દરરોજ કંઇક નવુ નવુ વાંચવા પ્રેરે. ફુલવાડી, ઝગમગ, ચંપક… વાંચવા ગમતા. રાત્રે મમ્મી પાસેથી જુદી જુદી વારતા સાંભળવા મળતી. એટલે સતત ગુજરાતી ભાષા આસપાસ ફર્યા કરતી. અને એ પરિસ્થિતિ મને લખવા તરફ લઇ ગઇ. અને શાળા દર્મ્યાન મને માર્ગદર્શન આપતા રહ્યા મારા ગુજરાતીના શિક્ષકો – ખાસ તો ભગવતભાઇ ત્રિવેદી અને કોકીલાબેન પટેલ.

વ્યવસાયે એક સોફ્ટવેર ઇંજીનીયર છું અને સાથે સાથે એક સોફ્ટ કોર્નર રહ્યો છે મારી ગુજરાતી ભાષા માટે. માઉસ ક્લિક કરતા કરતા જો કોઇ વિચાર ક્લિક થાય તો તેને કાગળ પર ઉતારી લઉ છું.

કવિતા લખવી એટલે મારા માટે ભીતરમાં કંઇક ઉગવું – ખીલવું – પ્રસરવું, અને આજથી એ પ્રક્રિયામાં દરેક વાચક જોડાય છે અને હું વાચકની સાથે.

111 Comments

 1. Tejal Thakkar Tejal Thakkar

  તારી કવીતા તો ખૂબ જ સુંદર હોય છે.
  તારી જેમ જ
  તુ એ કવીતાઓ વેબસાઇટ પર ક્યારે મૂકે છે?

 2. આપનો પરિચય આપની આરસી છે. લાગે છે ક એક નવિન બ્લોગ ગુજરાતી ભાષામાં અભિવૃધ્ધિ કરવા થનગની રહ્યો છે.
  અભિનંદન અને આવકાર….!!
  બ્લોગ પણ આપના જેવો સુંદર છે. આપ ક્યાં સ્થાયી થયા છો એ જાણવા મળે તો સારું.

 3. Kajal And Durgesh Kajal And Durgesh

  તારી રચનાઓ જ તારો પરિચય છે…………..

 4. Usha & Prabodh C Vyas Usha & Prabodh C Vyas

  કાવ્ય સુંદર .આનંદ્

 5. ગુજરાતી નૅટ જગતમાં સ્વાગત…. !!

 6. વેબસાઈટ શરૂ કરવા બદલ અને ખાસ તો નવું જીવન શરૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…

  આ ફોટામાં જે નદી છે, એ દમણગંગા છે?

 7. તરંગ હાથી તરંગ હાથી

  ઓરેકલ, વીબી, એસ.ક્યુ.એલ ની દુનિયામાંથી થોડો સમય લઇ ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો આપનો લગાવ ખુબ ગમ્યો. આપના પ્રતિભાવો હું રીડગુજરાતીમાં હંમેશા વાંચું છું. રીડગુજરાતીમાના શ્રેષ્ઠ પ્રતિભાવકોમાં પણ આપનું સ્થાન છે. આશા છે કે આપ આ ક્ષેત્રમાં ખુબ ખુબ પ્રગતિ કરો.

  આભાર.

  તરંગ હાથી, ગાંધીનગર.

 8. આપની કવિતાઓ સુંદર છે જો અનુમતી હોયતો ગુજરાતૉ પોર્ટલ http://www.viithii.com માં આપનૂ સ્વાગત છે.

 9. HIRAL PATEL NA MAMA HIRAL PATEL NA MAMA

  GAMATU HOY TO GHUJE NA BHARIYE GAMATANO KARIYE GULAL
  “GUJARATI KAVITA NU UJJAVAL BHAVISHYA”
  ABHINANDAN

 10. ગુજરાતી નેટ વેબ અને બ્લોગ માં આપણું સ્વાગત છે.
  આપણી ક્વિતાઓ સરસ છે, સારી રજુઆત !!
  બસ લખતાં રહો…ખરેખર “વાસંતીફુલ” ની જેમ આપણી વેબ ખીલે તેવી અંતર થી શુભેચ્છા.

  મારા બે બ્લોગ છે, એકવાર તો જરુરથી મુલાકાત લે જો..

  મુલાકાત લો અને
  આપણાં અમુલ્ય સુચનો તથા અભિપ્રાયો જરુરથી મોકલશો.

  ૧. યુવા રોજગાર
  http://yuvarojagar.gujaratiblogs.com

  યુવા સમસ્યાઓ ને વાચા આપવા , યુવાનો ને નવી દિશા, નવો રાહ આપતો એક માત્ર બ્લોગ..એક યુવા આવાજ!!

  ૨. કલમ પ્રસાદી
  http://kalamprasadi.blogspot.com
  મારા સ્વરચિત કાવ્યો, ગઝલો, વાર્તાઓ, નવલિકાઓ, લેખો તથા નવલક્થા – હપ્તા સ્વરુપે વિગેરે સાથે અન્ય કવિઓ ની શેરો-શાયરી નો ગુલદસ્તો એટલે “મહેફિલ” અને જોકસ તો ખરાજ

  – પ્રવિણ કે.શ્રીમાળી

 11. Your poem is very simple & effective.

  Anil

 12. Kaushik Kaushik

  Thank you so much

 13. આભિનંદન સુંદર બ્લોગ અને એથીએ સુંદર કવિતાઓ માટે !

 14. Sandhya Bhatt Sandhya Bhatt

  તારા નવા જીવન માટે ઘણી ઘણી શુભેચ્છાઓ.

 15. Durgesh Durgesh

  પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
  ‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

  વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
  મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

  મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
  નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

  છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
  મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

  ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
  ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

  યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
  સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.–

 16. બહુ સરસ રચના

  મારી કવિતા મુકુ છુ

  પહેલા વરસાદ મા પહેલો પ્રેમ

  પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,

  વરસે દરિયા પર નદીનો પ્રેમ,

  વરસે મારા પર તારો આ પ્રેમ

  ઝરમર ઝરમર વરસાદ વરસે

  આ એક જ છત્રીને આપને બે,

  છોડી છત્રી ને રમી યે કોઇ ગેમ,

  પહેલો સ્પર્શ પહેલા વરસાદનો

  પહેલો સ્પર્શ છે તારા હાથ નો

  લાગ્યો કરન્ટ જાણે વીજળી નો

  વિજલીતો આકાશ મા ચમકી,

  તુ તો મારી બાહુ મા ચમકી,

  ના કાય ભાન હવે બસ પ્રેમ,

  પડ મારા પર વીજળીની જેમ,

  વરસે ધરતી પર આભનો પ્રેમ,

  ભલે પડે આ ધરા પર વીજળી,

  પડવા ન દે પ્રેમ પર વીજળી,

  વાદળોની જેમ તકરાર ન કર,

  ભલે તોફાન આવે ગગનમાં,

  ન આવવા દે તોફાન પ્રેમમાં,

  નદીઓ છલકાય વરસાદમાં,

  મારું દિલ છલકાય તારા પ્રેમમાં

  ભરત સુચક

 17. સખી તમે તો
  મહેંક્યા કરો, જાણે
  વાસંતીફુલ

  visit my blog & leave your valuable comment pls..

  http://www.aagaman.wordpress.com

 18. jitendra jitendra

  આપનો ગુજરતી સાહિત્ય પ્રત્યે નો આટ્લો પ્રેમ જોઇ ને આપને હુઁ એક ગુજરાતી તરીકે બિરદાવુઁ છુઁ….

 19. Sanjay Panchbhaya Sanjay Panchbhaya

  Just amazed. Bhavana darekne hoi pan e bhavnane samajavi, eni saathe vaato karvi ane e vaato shabdoma muki duniyane arpit karvi e kavi nu kaam.

  Khub nibhavyu!!!

 20. JITENDRA J. TANNA JITENDRA J. TANNA

  સરસ. આપ વિશે વાંચીને આનંદ થયો. આપ ખુબ સરસ લખો તો છો જ પરંતુ આપની બીજી એક વાત મને ખુબ ગમી એ એ છે કે રીડગુજરાતી.કોમ પર આપની દરરોજ લેખકને પ્રોત્સાહિત કરતી કમેન્ટ લગભગ દરેક લેખમાં હોય છે. આ માટે આપને ખુબ અભિનંદન.

 21. manvant patel manvant patel

  ખરીમા વાર્તા શ્રી.ર.વ.દેસાઇ..
  અને પન્નાલાલની મળેલાજીવ !
  બહેના ! સુધારો માફ કર્શો ને ?

 22. Vraj Dave Vraj Dave

  પરિચય ટુંકો પણ મુદાસર. “નવદંપતિ ને અંતરના આષિશ”
  રીડગુજરાતી થી ઘણા બધાની મુલાકાતો થાય છે.આપ જીવનમાં પ્રગતિ કરો એજ શુભેક્ષા.
  આભાર.
  વ્રજ દવે

 23. તમારી કવિતા ગમી , નવી કવ્વિતા ઉમેરો . ગમશે .

 24. Ravirajsinh Jadeja Ravirajsinh Jadeja

  Very beautiful…!

 25. અપૂર્વ અપૂર્વ

  નવિન્તમ બ્લોગ.
  એક અદભુત અનુભવ આપના બ્લોગ દ્વવારા મહેસુસ થયો.
  ગુજરાતી ભાષા ને આજ ના યુગ મા જીવન્ત રાખવા શ્રેષ્ઠ કાર્ય.

  આભાર સાથે શુભાશિષ.

 26. સ્ત્રી તરીકેના નવજન્મની શુભેચ્છાઓ..તમારું સહજીવન સખ્યજીવન બની રહે એવી નવા વરસની શુભકામના સાથે…

 27. Hitesh Manek Hitesh Manek

  આંખથી મળ્યુ આમંત્રણ ને છળી પડ્યા,
  જો સ્વપ્નો અચાનક કેવા ફળી પડ્યા.
  ભટકતા રસ્તા મંઝીલનિ તલાશમા ને,
  ચરણ તારા ઘર તરફ નીકળી પડ્યા

 28. Ashok Barot Ashok Barot

  હુ ગૌર્વ અનુભવુ ચ્હુ કે મારા ગુજરાતિ ભાઇ બેન ગુજરતિ પ્રત્યે ખુબ જ પ્રેમ ધરાવે ચ્હે.
  અશોક બરોત્

 29. Maharshi Vyas Maharshi Vyas

  best wishes…

 30. dhiraj dhiraj

  લગ્ન માટે અભિનંદન “વાસંતી ફુલ”

  હંમેશા એવી લાગે કે આજે તો હિરલ કરતા વેલાજ readgujarati મા comments post કરુ પણ સાલ્લુ તમેતો chance જ નથી આપતા…..

  કવિતા માં negative emotion વધારે છે

  તમે તો “વાસંતી ફુલ” છો

 31. A Wonderful site in Gujarati language. As a Gujarati I would congratulate both: brother and sister. it’s a matter of proud that one brother has gifted a sister such a thing that explores his sis’s feelings, views and her vision. A brother has helped in enabling the sister to show this world her મનોજગત through words. Good wishes are always with pure love:વિદ્યાની દેવી મા સરસ્વતીના હજુ પણ વધુને વધુ આશીર્વાદ હજો. Congratulation to such a brother and sister.

  Sometimes I feel to write. would you like to visit: વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્દોનુ.’’ http://puthakkar.wordpress.com

 32. Nice blog …

  But more of that

  Nice poems …

  But most of that …

  Nice person..

  Keep updating self.

 33. ખુબ સુંદર આંગણું !!
  મનોમંથન ના પરિણામી અમૃતો વિશેષ અનુભવ કરાવે
  આપનું યોગદાન પ્રસંનીય છે

 34. VINOD PRAJAPATI,SILVASSA VINOD PRAJAPATI,SILVASSA

  Hiral Bahen,
  Aaje Prathamvaar Computer par VAASANTIFUL joyun. Saras gamyun.Kavita pratyeno prem ane te pan ek Engineer ne ? Maro ek mitra name JAYANT DESAI, emna kavy sagraho “SABAD” ane “AXARKAFE” tame joya hasej. Jayant Desai hal U.S.A. rahe chhe. Jayant Desai pan Civil Engineer chhe. Valsad mul vatan chhe. Vanchajo. Gamshe.

 35. મોડી મોડી આજે પ્રથમવાર આ વેબસાઈટ જોઈ… ઘણો આનંદ થયો. વેબસાઈટ શરૂ કરવા માટે અને વિવાહિત જીવન માટે ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

 36. હિરલ્ આજે પહેલી વાર આ પાનું ખોલ્યું. ગમ્યું, તારા વિશે વાંચવું. અને તને મારું આ કાવ્ય સમર્પિત….

  હું એટલે ……..

  સાવ કોરો કાગળ જોઇએ મારે
  ને એમાં મારું સ્થાન, મારી દિશા
  હું જ નક્કી કરું
  લીટીઓ દોરી આપે કોઇ મારા રસ્તાની
  એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
  મારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનું
  એટલું જ ઉતરવાનું કે ચડવાનું
  મને મંજુર નથી
  એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
  માનવી પણ જુઓને !!
  એક એક અક્ષર નોખો
  એક એક માનવી અનોખો
  પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
  ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી
  હું એટલે મારામાં વહેતું ઝરણું
  મારામાં ઉગતું તરણું
  ને એમાંથી પ્રકટતા શબ્દો
  ….
  લતા હિરાણી

 37. હિરલ, ‘હું એટલે’ એ કાવ્યનું શિર્ષક છે. સાથે આવી ગયુ છે. બને તો સુધારી નાખજે.. અલગ પાડી દેજે..

  લતા આંટી

 38. Moti Moti

  Tamari Kavita vachi ne Yad avi gayu Hu pan Kavi chhu.Jajanati avi gai , tamari Site joi ne.

  Carry On.
  Have a Nice work,
  Keep it up
  Moti

 39. dushyant bhatt dushyant bhatt

  everytime u said good for anything. be real. even ratilal borisagar..

 40. Hemant Vaidya Hemant Vaidya

  હિરલ્

  વાસંતિફુલ મા આપનિ સુન્દેર રચના મનને સ્પર્શિ ગયિ……

  હેમંત વૈદ્ય

 41. Chintan Chintan

  ખુબ સુંદર સાઈટ બનાવી છે હિરલબેન.
  આપની કવિતાઓ પણ મજાની છે.

  ચિંતન ઓઝા

 42. વાંચે ગુજરાત
  ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
  ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
  ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
  આપ સૌ પણ આ અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો..આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/
  http://rupen007.blogspot.com/
  http://twitter.com/rppatel1in
  http://www.facebook.com/rupen007?ref=name

 43. Falguni Bhatt Falguni Bhatt

  nice hiral,

  I like your kavita “SARNAMU”. Its excellent.
  But no words to say anything, god bless u.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!