Skip to content

Month: July 2009

હાડૅડિસ્ક

કૉમ્યુટરની હાડૅડિસ્કમાં ક્યાંક ખોવાઇ ગઇ છે મારી લાગણીઓની ફાઇલ ને ક્યારેક એટલે જ હેંગ થઇ જાય છે મારી સિસ્ટમ થાકી જાઉં છું ત્યારે કલમનો હાથ ઝાલી લઉ છું ખેડવા લાગુ વિચારોના ખેતર વાવ્યા કરું શવ્દોનું બીજ મારા જ આંસુથી સિંચ્યા કરું ઉગી નીકળે કોઇ કવિતા!!!

ચહેરે વસંત

પાનખર છે છતાં શબ્દોનો ચિક્કાર નશો કરી ચહેરે વસંત રાખુ છું વિરહની બળતી-ઝ્ળતી ક્ષણોને હ્રદયમાં કેદ રાખુ છું બસ આ વાત તને જ ફૂલ પુછુ છું શું ખરેખર તું પતંગિયાને પ્રેમ કરુ છુ??? કે કાંટાના ચોકી પહેરાથી તું ડરુ છું, ને ચહેરે વસંત રાખુ છું??? (પ્રકાશિત – કવિ)

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!