તમને અમારી સાથે પ્રેમ છે
એવો અમને થોડો વહેમ છે
દુનિયાની આવી
ઉંધી-છતી પ્રથા કેમ છે?
માણસો ડૂબે છે દરિયામાં
ને લાશ તરે કેમ છે?
પુછવું છે મારે ભગવાનને
તું મારી સાથે અન્યાય કરે કેમ છે??
મારી આંખો આગળ એકે પાળ નહિ
ને નહેરે આટલા ડેમ કેમ છે??
ભૂલ્યા નથી અમે કશું
ને એ અમને ભૂલી જાય કેમ છે?
આ વખતે ન જામ્યું…
કોઈને કોઈના માટે પ્રેમ હોવાનો વહેમ હોય તો એને ઊંચી-ચત્તી પ્રથા કેમ કહી શકાય?
કેમ છે ના અંત્યાનુપ્રાસ બેસાડવામાં બધા જ વાક્ય કૃતક બનીને રહી જાય છે…
મારી આંખો આગળ એકે પાળ નહિ
ને નહેરે આટલા ડેમ કેમ છે??
—
આમાજ ઘણૂ બધુ કહિ દિધુ આપે. આભાર્
અછાંદસ કાવ્ય છે કે ગઝલ,અછાંદસ અંત્યનુપ્રાસ!!!કેવી રીતે
જોવી આ કવિતાને? કેમ છેનો પ્રાસ મેળવવા જતાં કવિતા આયામ થઈ ગઈ અને અકુદરતી લય ઉદભવ્યો–છતાં પ્રયત્ન
અભિનંદનને પત્ર છે…એજ અસ્તુ.
very touching
Dr. ભાઈ વિવેક ની વાત તદન સાચી છે. આ વખતે કવિતા જેવો ભાવ ક્રુતિમા નથી જોવા મલતો,છતા બસ લખતા રહેવુ,
ખુબ જ સારી સાઈટ બનાવી છે.
અતિ સુંદર…..
wt a great…naa puchho have ke bija kavyo keva hashe…………very nice creation
બહુ સરસ, મજા આવી, અભિનન્દન….
અતિ સુંદર…..
પ્રેમ વ્હેમ ને કેમ આતો બધુ એમ ને એમ…
સનમ ને નથી પ્રેમ એ જ તમારો વ્હેમ છે,
એને તો તારા કરતા એ વધુ પ્રેમ છે…
મરદ ની તો જાત જ બનાવી છે ખુદા એ એવી,
દર્શાવે નહી પણ વિચાર્યા કરે ‘પેલી કુશળ્-ક્ષેમ છે?…
હુ વિચારુ કે તને આવો અધુરો વિશ્વાસ્ કેમ છે?
રાખ ધરપત દિલ મહી ચાતક જેવી,
હુ કહુ ને સખી, સનમ ને તુજથી sollid પ્રેમ છે…