એક યુવક
સળગેલી સિગરેટની રાખ
ખંખેરે છે એશટ્રેમાં
ને સાથે-સાથે
થોડા શ્વાસ પણ
ખરી પડે છે.
મા, બેન કે પત્નીનો
‘થોભી જા’ નો ટહુકો
ધુમાડો થઇ જાય છે
ને કોઇ ઘરનો આધાર
જર્જરિત પર્ણની જેમ ખરી પડે છે….!!!
એક યુવક
સળગેલી સિગરેટની રાખ
ખંખેરે છે એશટ્રેમાં
ને સાથે-સાથે
થોડા શ્વાસ પણ
ખરી પડે છે.
મા, બેન કે પત્નીનો
‘થોભી જા’ નો ટહુકો
ધુમાડો થઇ જાય છે
ને કોઇ ઘરનો આધાર
જર્જરિત પર્ણની જેમ ખરી પડે છે….!!!
એકદમ સાચી વાત…..ખુબ જ સુદર
વાહ ! સુંદર કાવ્ય . હ્દયસ્પર્શી શબ્દોની જાળ
અને વિચારોની એશ-ટ્રેમાં વધ્યું
કાવ્યનું ગાણિતીક સ્વરુપ……..
-: બાદબાકીનું સમીકરણ :-
————————————-
સિગરેટ – ધુમાડો
(એક જિવંત શ્વાસ – (મા,બેન કે પત્નીનો
– ઘરનો આધાર) ‘થોભી જા’નો ટહુકો)
એક યુવક – ખરી પડતાં થોડા શ્વાસ
= રાખ
= સળગેલી સિગરેટનું ઠુંઠું
= જર્જરિત પર્ણ
————————————————-
સમીકરણનું સત્ય :
* સમીકરણનું ઉંધું ગણિત શક્ય નથી.
* માટેજ ધુમાડાની બાદબાકી પછી…..
” અંતે તો રાખ ! એ વાત અંતરમાં રાખ “.
—————–
– જયપ્રકાશ વ્યાસ
અત્યારે અતમો છો ‘ધીસ’ જલ્દ થઈ જશો ‘ધેટ’
જો ન છોડશો જલ્દ તમે આ સળગતી સિગરેટ…
આજ તો સહુને ગમે છે તમારી હસતી તસવીર
પણ બહુ જલદી એના પર લાગી જશે ‘લૅટ.. ‘
આ ધુમાડા સિગરેટના અને જેટલા એના વલય
દબાતે પગલે મોત આવે છે ઢુકળું વ્હેંત વ્હેંત
Its toooooooo Good….
Readlly very nice dear!
બહુ જ સરસ કાવ્ય્. નાનકડું પણ ધારદાર કાવ્ય
લતાબેન કાવ્યમાં ધારદાર શું છે ? મને તો સીગરેટ વિરુધ્ધ્
કેવળ જાહેરાત દેખાય છે !
લતાબેન કાવ્યમાં ધારદાર શુ છે ? મને તો કેવળ સીગરેટ વિરુધ્ધ
જાહેરાત વંચય છે !!
…ને કોઇ ઘરનો આધાર
જર્જરિત પર્ણની જેમ ખરી પડે છે….!!!
કુટુંબ વિનાશક સીગરેટ એ સંદેશો…..
સરસ કાવ્ય.
સિગારેટની વ્યાખ્યા એવી છે કે જેના એક છેડે આગ હોય છે અને બીજા છેડે મૂર્ખ.
નયન
મગળ રાઠોડ નુ લગભગ ૩૨ વરસ પહેલા એક્ કાવ્ય મેં નવનિતમા વાચેલુ…. એશટે…
મારા જ્ન્મ દિવસે તે ભેટ આપેલ કિમતી એશટેમા ખરતો જાઊ છુ હવે રાખ બનીને….
જો કે સિગારેટ અને સ્ત્રી બનેનુ કામ એક જ છે બાળવાનુ પણ સિગારેટ ખુદ બળે અને બાળે જયારે સ્ત્રી બળે નહી અને બાળે!
મારી comment માટે પહેલા જ sorry કહી દઉ છૂ,મિત્રો અહિ ખાલી ગમ્મત ખાતર મે લખયુ છે બાકી હુ પ્રત્યેક સ્ત્રીને માનથી જોઊ છુ. હીરલનુ કાવ્ય કોઈને ન ગમ્યુ તો એ હિરલ નો નહી પણ તમારો problem છે. મે
દુઃખદ ઘટના સુઁદર શબ્દોમાઁ નિરુપાઇ છે ! અભિનઁદન !
નયનભાઈ મૂર્ખને છેડેથી શરુ થતિ આગને વ્યાખ્યા ક્યાંથિ હોય ?
અન્યથા સિગ્રેટ પિવત જ નહિં,ને “સરસ કાવ્ય.” કહેવાથી કવિતા સારી નથિ થતિ,એ પોલો વિવેક છે…..વડિલ.
આકવિતા ખુબ સુંદર છે .આપને અભિનંદન .આવિ સરસ કવિતા લાંબા સમય પછી વાચવા મળી .
http://palji.wordpress.com
સરસ રજુઆત.
જિંદગી ધુંઆ, ધુંઆ…..
“અંતે તો રાખ…અંતરમાં રાખ” હાં સિગાર પીવછું હવે મારા વગર તેને ચાલે એમ પણ નથી.
અને શ્રીમેહતાસા’બ આપ પણ કવિતા સરસ કરોછો.
શ્રીપ્રિતમભાઇ પછી સોરી કહી દેવુ કેમ્?
આપનો જ
વ્રજ દવે
smoking રોકવાની ઝુમ્બેશ અન્તર્ગત જોયેલી એક જાહેરાત યાદ આવી ગઇ… kissing young couple ના ફોટો નીચેનુ વાક્ય “હોથો (લિપ્સ્) પર લગાવવા માટે વિશ્વમા બીજુ પણ ઘણુ બધુ છે..”
ઉપર કોઈએ જાહેરાત બાબત લખેલ છે એટલે મને થયું આ લખી નાખું.
અમીતાબ બચ્ચને ફીલમ સીગારમાં સીગરેટ પી ને જે સીન આપેલ છે એના માટે તમ્બાકુના ઉદ્યોગપતીઓ અમીતાબ બચ્ચનને વધારાના રુપીયા આપી ગલી ગલીએ પોસ્ટર લગાવ્યા અને સીગરેટનો પ્રચાર પ્રસાર્ કર્યો. કેટલાયે નીર્દોષ ભુલકાઓ આ સીન જોઈ બીડી સીગરેટ પીતા થયા અને
કેન્સરનો બોગ બનેલ છે.
અમીતાબ બચ્ચનને આ માટે મુંબઈની કેન્સરની મોટામાં મોટી ટાટા હોસ્પીટલમાં જઈ કેસર પીડીતોને આશ્ર્વાસન આપવું જોઈએ.
કેસર પીડીતોની ભટકતી આત્માઓ અમીતાબ બચ્ચનને હેરાન કરે છે અને એમને શાંતી નહીં મળે તો અમીતાબ બચ્ચન અને એમના કુંટુબીજનોને આ આત્માઓ ૫૦૦ વર્ષ સુધી હેરાન કરી શકે છે કારણ કે ભટકતી આત્માઓનું આયુષ્ય ૫૦૦ વર્ષનું હોય છે.