Skip to content

Month: November 2009

પ્રેમનગર

મને મળ્યું એક પ્રેમનું નગર ને સ્મૃતિઓના અવશેષ લુપ્ત થયેલી આંસુની નદીઓ ને આપણા ખંડેરશા સ્વપ્નો માટીનાં હૈયા ને નવજીવનની યોજનાઓ ના હવે કદી આ પ્રેમનગર દટાય નહીંતર મારાથી નહી જીવાય. (૯-૧૧-૨૦૦૩)

અસ્તિત્વ

ઉઠતાંવેંત એક મા તરીકે બાળકોને લંચબોક્સ, સ્કૂલબેગ, વોટરબેગ આપે છે એક પત્ની તરીકે પતિને પેન, રુમાલ, કપડા, ચાવી, પાકીટ શોધી આપે છે પણ, કોઇ નથી ખોળી આપતું એના ખોવાઇ ગયેલા અસ્તિત્વને….!!!! (૯-૧૧-૨૦૦૩)

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!