આકર્ષણ હોય છે ને અપાકર્ષણ હોય છે
ક્યારેક ફક્ત આકર્ષણ હોય છે
મળે છે નજરથી નજર
તે બીજું કંઇ નહી ઘર્ષણ હોય છે
પ્રેમ નામનો શબ્દ
બીજું કંઇ નહી છળથી બોલયેલ વેણ હોય છે
અવાજ આવે હ્રદય તૂટવાનો
ને ટૂકડા વેરણ છેરણ હોય છે
સાચી નથી હોતી પ્રીત
તે ક્યારેક વેરણ હોય છે
શક્ય છે લાગે બે હ્રદય જોડાય છે
પણ ક્યારેક તે રેણ હોય છે
જો મ્હોરી ઉઠે પ્રેમ તો
તે ક્યારેક સુવાસિત કરેણ હોય છે
ક્યારેક ફક્ત આકર્ષણ હોય છે…!!!!
Nice one..I like it very much.. !!
One of your bestest creations… 🙂
good..
આ શું છે-ગિત, ગઝલ કે અછાંદસ ?અન્ત્યાનુપ્રાસ સરસ મેળ્વ્યા છે.n,s-મથાળુ છે ?
“પ્રેમ નામનો શબ્દ
બીજું કંઇ નહી છળથી બોલયેલ વેણ હોય છે” આ નર્યું વિધાન છે
“શક્ય છે લાગે બે હ્રદય જોડાય છે” વાક્ય રચનામાં કશું ખુટે છે-“શક્ય છે લાગે”વાક્યની શરુઆત જૂઓ.કવિતામાં ઉતવળ દેખાય છે.
કઈઁક ખુંટતૂ હોય આજ એમ કેમ મને લાગે છે?
હિરલબેન ગુંચવાય ગયા હોય એમ લાગે છે.
પ્રેમ તો પ્રેમ હોય છે તો એ હોવાનો વ્હેમ કેમ છે?
કે પછી આપને અહિં બીજું કંઈ કહેવાની નેમ છે ?
ને કરેણ કદી સુવાસિત નથી હોતી…!!હા આકર્ષક જરૂર હોય છે.
ક્યાં તો પછી આ કાવ્ય મને ગતાગમ પડે એવી મારી અક્કલ નથી!!
its really nice 🙂
નટવરકાકાની વાત સાથે સહમત. વાક્યમાં સાતત્ય નથી, જીવનની જેમ જ.
છતા પણ આ તમારી સર્વોતમ રચનાઓમાં સ્થાન પામે એવી રચના છે.
ખૂબ આભાર,
નયન
Hiral,
These creation is fine but it is very hard to understand.On which point you have writen.
MANOJ
love and attraction is sides of coin. And I believe it must continue life long with your spouse.
Unlike others, I see only meaning coming out this poem. And I appricite even more if feeling of doubt in “Love” can be eliminated. Because.Where there is Love.. there is trust…
Warm Regards,
Durgesh Variya
કાલે ક્યારે કોની આજ થાય ? અને કયા કાજે જેને આજ એમ કેમ લાગે ….કે ……???
ક્યાં તો પછી આ (પોતાનું) કાવ્ય ગતાગમ પડે એવી અક્કલ નથી…………………!!!
અથવા તો ………..;
૧. નટવર મહેતા : ” કંઈક ખુંટતું હોય આજ એમ કેમ મને લાગે છે ?
અને પ્રશ્ન આવા પણ થાય કે …….
૨. akur vyas : ” N,S – મથાળુ છે ?
—————————————————
હા ! ત્યારે મને લાગે છે કે N, S – મથાળું એટલે કે સૈધાંતિક રીતે શિર્ષક જ છે . મન, બુદ્ધિ, અને લાગણી થકી વ્યવહાર કરતો વ્યક્તિ ચૂંબકીય ક્ષેત્રમાંના લોહચૂંબક જેવો હોય છે. અને આમેય કોઈ પણ લોહચૂંબકમાં બે ધ્રુવીય વિચારધારાઓ હોય છે; એક N – for North એ લોહચૂંબકનો ઉત્તર (North) ધ્રુવ અને બીજી S – for South એ દક્ષીણ (South) ધ્રુવ જેવો છે અને જ્યાં સુધી બે લોહચૂંબકના અસમાન ધ્રુવો નજીક હોય ત્યાં સુધી આકર્ષણ રહે (કારણ બે ધ્રુવીય વિચારધારાઓ અસમાન હોવાને લઈને એકાબીજાની અધૂરપ અથવા તો પૂરકતા સમજાય) પણ જ્યારે તેની ધ્રુવીય વિચારધારાઓ ફેરવી યા સંજોગોવશાત્ ફેરવાઈને બે સમાન ધ્રુવો નજીક આવે ત્યારે અપાકર્ષણ થાય છે (કારણ બે ધ્રુવીય વિચારધારાઓ સમાન હોવાને લઈને એકાબીજા વિના અધૂરા નથી અથવા તો સમોવડીયા છીએ અને સંપૂર્ણ કે સમકક્ષતા હોવાનો અણસમજણ પૂર્વકનો ભાવ હવામાં ઊડતો થાય છે)
અને બસ ……..!!! આવું જ કાંઈક બને છે આ ચૂંબકીય ક્ષેત્રમાં ચૂંબકત્વના અસ્તિત્વ હોવા છતાં પણ ……..!!!
“પ્રેમ તો પ્રેમ હોય છે તો એ હોવાનો વ્હેમ કેમ છે…….???”
—————————————————–
૧૫મી નવેમ્બર ૨૦૦૯
જયપ્રકશ વ્યાસ
———————————————-