પિયુ છે મારો પરદેશ કર્યો મેં સુવાસ હારે સંદેશ લખજો જરા તમે ક્યારે આવશો દેશ? ઘરની દિવાલો એકલી-એકલી ને ચીથરે હાલ થ’ગ્યા મારા વેશ લીમડો વારે વારે હલબલી ઉઠે ને ભાંભર્યા-સાંભર્યા કરતી ભેંશ પાઘડી જોઇ ને તારી આંખ્યુંમાં ફૂટતી આંસુની ટેશ સંભાળજો ને સંભારજો લખજો જરા ક્યારે આવશો દેશ…! (૧૮-૩-૨૦૦૩)
એક કવયિત્રી