Skip to content

Month: February 2010

ચાતક

કોઇ લઇ જાય મને અજાણ્યા પ્રદેશમાં જ્યાં છે લાગણીઓનું ભીનું ભીનું ઘાસ ને પ્રેમની ચાતક જેવી પ્યાસ!!! (૧૨-૪-૨૦૦૭)

રડતું ઘડિયાળ

કોઈની સાથે ખભેખભો મીલાવીને ચાલતા હોઈએ બસ એમ જ આપણે ચાલ્યા કરીએ છીએ ઘડિયાળના કાંટા સાથે. છ વાગ્યા : દૂધવાળો હશે…. આઠ વાગ્યા : છાપાવાળો હશે… દસ વાગ્યા : શાકવાળી હશે…. બાર વાગ્યા : રિક્ષાવાળો હશે… ચાર વાગ્યા : ફેરિયો હશે…. અને અચાનક એક દિવસ આપણે ચાલ્યા જઈએ છીએ ક્યાંક…

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!