કોઈની સાથે
ખભેખભો મીલાવીને
ચાલતા હોઈએ
બસ એમ જ
આપણે ચાલ્યા કરીએ છીએ
ઘડિયાળના કાંટા સાથે.
છ વાગ્યા : દૂધવાળો હશે….
આઠ વાગ્યા : છાપાવાળો હશે…
દસ વાગ્યા : શાકવાળી હશે….
બાર વાગ્યા : રિક્ષાવાળો હશે…
ચાર વાગ્યા : ફેરિયો હશે….
અને
અચાનક એક દિવસ
આપણે ચાલ્યા જઈએ છીએ
ક્યાંક દૂ…..ર…….
ઘડિયાળને રડતું મૂકીને !!
(પ્રકાશિત – રીડગુજરાતી)
સુંદર વ્યંજનાસભર કૃતિ…
આ વેળાએ અછાંદસના તમામ ગુણ પણ નજરે ચડ્યા…
oh wow…..do you know Hiral ?….slowly slowly you are moving towards the perfection(hey hey hey….calm down… 🙂 i’m not saying that you are imperfect but i feel you are doing better and better…. ). yes,..it really comes across with a good right, to the point of the matter. And this one reminds me something i wrote in past….hey…dont worry…i’m not going to post those blah blah blah here. 🙂 but it has similar meaning…ummm….i mean…its like moment melted in perpetual mind; body and soul; from the horizon of reality and virtuality. witnessing magnanimous grace in every object that flooded hopelessly despairing vision….every moment is like never ending heartbeats; bonded perpetually with virtuality …do you know Hiral, ‘tik tik’ or say ‘the moment’ of life is wound but once…and clouded by life’s cruel inhuman side….and….ok ok ok …huh,,,I write too long… 🙂
again…you are doing very beautiful thing in life…so let it flowing….keep writing…….
simply સ-રસ
અંદર પણ એક ઘડીયાળ ચાલ્યા કરે.. એના કાંટા એક એક ધબકારાને કાપ્યા કરે.. એક દિવસ પછી ખૂટી પડે..બધું જ..
લતા હિરાણી
સરસ રચના, પણ અછાંદસના તમામ ગુણ કયા?ક્યાં લખાયા છે?
Hmmm…… indeed most realistic… a hard fact that none can get off with… neither sterio-type life nor dead end of life itself…… The only way is to find smile from everymoment of LIFE that is one of the most valuable gift from GOD….
N thats what the end of poem should be for me….
ઘડિયાળમાં સમય નથી પુરાતો; એ તો બસ રહે છે આમ ચાલતો
તમારી અંદર ને બહાર જીવે છે સમય ને રહે તમને એ ચલાવતો.
કોણ આવ્યું ને કોણ ગયું; કોણ આવશે ને કોણ જશે કોણ જાણે!
બસ ગયેલ જ સમય નથી એમને એમ આસાની ફરી કદી આવતો.
પળે પળ વહે એ ખળ ખળ ને ઘડિયાળમાં થયા કરે બસ ટક ટક .
વહી ગયેલ સમય બસ એક યાદ બનીને કેમ રહે છે સતાવતો?
મને સમય નથી, ને તમારો સમય નથી , આપણી વચ્ચે પ્રણય નથી
અટકી ગઈ છે જિંદગી મારી, બાકી હું નથી એને આમ અટકાવતો.
ઘડિયાળમાં સમય નથી પુરાતો; એ તો બસ રહે છે આમ ચાલતો
તમારી અંદર ને બહાર જીવે છે સમય ને રહે તમને એ ચલાવતો
કવિતા આ રચનામા બને છે એમા કોઇ બે મત નથી, પણ ધડિયાળ ની રડવાની વાત મને હીરલ્ બહુ ન જામી………શુ સમય રોકાય છે કોઈ ની માટે ? આ પણ એક સવાલ છે! બા કી લખે રાખો, એક દિવસ કવિતા જ લખાશે! અને લોકો કહેશે કયા બાત હે હીરલ !!!
સુંદર કાવ્ય. એક વેધક રચના બની છે.
મારી અલ્પમતિ મુજબ…
છેલ્લે ‘ઘડિયાળને ટકટકતું મૂકીને.’ એમ રાખ્યું હોય તો કાળના મૂળ ગુણઘર્મના સ્વીકાર સાથે ક્ષણભંગુર હયાતિનો પણ વિધાયક સ્વીકાર થતો લાગે.
જોકે કવિનો શબ્દ એટલે કવિનો શબ્દ. કવિને એ શબ્દ દ્વારા કંઈ અલગ જ અભિપ્રેત હોય એમ પણ બને.
શ્રી પંચમભાઇ,
આપની વાત સાચી છે કે મેં ઘડિયાળને ‘ટકટકતું મૂકીને’ રાખ્યું હોત તો વધુ સારુ બનત, પણ ‘ઘડિયાળને રડતું મૂકીને’ વાતનો મર્મ એ છે કે માણસ સમય ને પકડી શકતો નથી….એક દિવસ માણસ સમયની એ મર્યાદા ને તોડી ને પહોંચી જાય છે કોઇ બીજી જ દુનિયામાં (મૃત્યુલોકમાં) ને ત્યારે કદાચ એકલું રહી ગયેલું ઘડિયાળ રડતું હોય…કારણકે એ ઘડિયાળને અનુસરનાર વ્યક્તિ હયાત રહેતી નથી.
આપના નિખાલસ પ્રતિભાવ મને સારુ લખવા પ્રેરશે…માટે ચોક્ક્સ તમારી અનુકુળતા મુજબ પ્રતિભાવ આપશો.