Skip to content

Month: March 2010

સંધ્યા

ભૂરો સાડલો પહેરી ઉભી હોય કોઇ વિધવા એમ બપોર ઉભી છે ને ધીમે – ધીમે આગળ વધે છે પછી કોઇ તેના કપાળે સૌભાગ્યના ચાંદલા રુપે સૂરજ મુકતું જાય છે ને એને જાણે કોઇ પરણેતરને મળતું હોય એમ નવું નામ મળે છે સંધ્યા!!! (૨૫-૧૨-૨૦૦૨)

મહેમાન

કુણો કુણો પીળો તડકો બારીમાંથી ડોકિયું કરી ગયો ને મને એ જોઇ ગયો ઉગી એને બે પાંખો ને આખા ઘરમાં ફરી વળ્યો પછી, એણે દસ્તક દીધી દરવાજા પર ને મહેમાન બનીને આવી ગયો સ્પર્શીને સૌ વસ્તુને બહુ જલ્દી એ ચાલ્યો ગયો કણ-કણ બનીને રજકણમાં પરોવાઇ ગયો કુણો કુણો પીળો તડકો…

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!