પ્રિય સૌ,
આજે જે કવિતા અહીં મુકી છે તેનું એક વિશેષ કારણ છે. મારા અને અભિનય (મારા પતિ)ના લગ્નને એક વર્ષ અને બે મહિના થયા. લગ્ન પછી સંજોગો વશાત આમારે જુદા જુદા અલગ શહેરમાં રહેવું પડયું. અમે આખા અઠવાડિયામાં શનિ-રવિ મળતા. એ દિવસો બહુ કપરા હતા. પણ હવે સંજોગો પણ આમારી ધીરજ સામે હારી ગયા એ અમને એક કરવા માટે અમને જગ્યા કરી આપી. એ કપરા દિવસોમાં જ આ કવિતા જેવું કંઇક લખાયું છે જે તમારી સામે મુકુ છું.
મોબાઇલના CUG પ્લાન પર
લટકી રહ્યો
એક સંબંધ
ક્યાં છો?? – ‘અહીં કે તહીં’
જમી લીધું?? – ‘હા કે ના’
જેવા રોજીંદા સવાલો
ને એના જ સહારે
સતત સાથે હોવાનો ભ્રમ
કાશ,
મારી એકલતા
સ્પીડ ડાયલ થઇ જાય
પહોંચી જાય ઇશ્વર પાસે
તો હું
તારી પાસે પહોંચી શકું!!!
રવીવારે જ આપની સાઈટની મુલાકાત લેતો હોઉં છું
આજે જોઈ અને મને કોઈ યાદ આવી ગયું 🙂
very nice hiral. I am your sister -in-law . now, you are both together so, write a new one on your “milan” also.