Skip to content

Month: October 2010

હાથ પકડી

તારી મારી વચ્ચે મૌન નો દરિયો મેં એને મારી લાગણીઓથી ભરીયો પાંખો ફેલાવી થોડું ઉડીએ ફડફડાટથી આકાશ ભરીએ ડૂબીએ-તરીએ જે થાયે તે એકવાર પ્રેમમાં પડીએ ચાલ આપણે હાથ પકડી બે ડગલા ભરીયે!!!

કાગળના કિનારા

કાગળ પેન લઇ લખવા બેસુ છું ત્યારે મારી લાગણીઓ કાગળના કિનારાને આંબવા લાગે હું એટલી ડૂબી જાઉં ક્યારેક કે ખબર પણ ના પડે જો બહાર ક્યાંક આગ લાગે!!!!

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!