સ્મૃતિભ્રમ થાય
ને,
હું ભૂલી જાઉં
‘હું’ કોણ???
નામ શું??
કયો ધર્મ??
કઇ જાતિ??
ને સતત
શોધ્યા કરું
‘હું’ કોણનો જવાબ!!!!
એક કવયિત્રી
સ્મૃતિભ્રમ થાય
ને,
હું ભૂલી જાઉં
‘હું’ કોણ???
નામ શું??
કયો ધર્મ??
કઇ જાતિ??
ને સતત
શોધ્યા કરું
‘હું’ કોણનો જવાબ!!!!
But this memoryloss situation is better than the situation when we remember our name, title, religion that carry ego and selfness within it…
સાચો જવાબ મળશે ત્યારે ‘હુ’ નહિ રહે
નામ શું??
કયો ધર્મ??
કઇ જાતિ??
નામ,ધર્મ અને જાતિ તે અધિષ્ઠાન (સ્વરૂપ) ઉપર અધ્યારોપ (વ્યવહાર માટે આપવામાં આવેલ સંજ્ઞા છે.
શરુઆતમાં એક જ જાતી હતી હંસઃ અને ત્યારબાદ મનુષ્યની જેમ જેમ અધોગતી થતી ગઈ તેમ તેમ નીચે ઉતરતાં ક્રમમાં બ્રાહ્મણ,ક્ષત્રીય,વૈશ્ય અને શૂદ્ર તેમ તેમની પડતી થઈ. સાંપ્રત સમયમાં જ્યારે વિશ્વની પ્રજાઓ એક-મેકમાં ભળી રહી છે ત્યારે નવી સાંસ્કૃતિક જાતીઓ ઉદભવશે તેમ સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે.
વ્યક્તિ જેમ જેમ પોતાના “સ્વ” તરફ જતો જશે તેમ તેમ નામ,ધર્મ અને જાતિ કે જે વ્યવહારિક છે તે ભુંસાતા જશે.
સ્વામી વિવેકાનંદ અને સિસ્ટર નિવેદીતા ગુરુ-શિષ્ય હતાં પણ તેમના નામ,ધર્મ અને જાતી જુદા હતા.
વિજ્ઞાનની શોધો જુદી જુદી પ્રજાઓએ કરી છે પણ તેનો લાભ સમગ્ર માનવ જાત ઉઠાવે છે.
જે ટુકડાઓમાં વિભાજીત કરી નાખે તેવી માનસિકતા વિસંવાદી છે અને જે ટુકડાઓને સાંધે તે માનસિકતા સંવાદી છે.
જયારે લોકો પોતાના નામ, ધર્મ અને જાતી થી ઉપર નું વિચારશે ત્યારે જ એક આદર્શ ધર્મ માનવતા નો ધર્મ સ્થાપિત થાય શકશે.