શબ્દની યાત્રા નો થાક નથી લાગતો….એ આપણા થાકને થકવી નાખે છે…. એ અનુભૂતિનું વિશ્વ છે….શબ્દોમાં કદાચ બરાબર વ્યક્ત ન પણ થાય. અને એ પણ જો માતૃભાષાનું વિશ્વ હોય તો મા જ જેવુ લાગે! અહીં મુકેલું કાવ્ય કદાચ પુરુ નથી….એડલે વાચકો ને આગળ વધારવાની છૂટ છે….!
કલમના ખોળે માથુ
ને શબ્દો ફેરવશે હાથ
નીંદર આવશે મીઠી
જાણે માનું હેત
આનંદની એ હેલી
પુસ્તક ભરશે બાથ
ગણ-ગણશે તન મન
જાણે પંખીના ગાન!
Wah Wah….
રોજ રાત્રે વાચુ તને
તારા વીના નિંદર ના આવે
મીઠી મને
છાતી સરશુ ચાંપુ તને
તો સવાર થઈ જાય
સુંદર મારી.
કાવ્યનો ઉપાડ કશોક વિચિત્ર થયો હોય તેમ લાગે છે.
કલમને ખોળે?
સામાન્ય રીતે કલમની માથાં તરીકે અને કાગળની ખોળા તરીકેની કલ્પના થઈ શકે અહી કશુક ન સમજાય તેવું બન્યું છે.
અલબત્ત કવિ અને કવયિત્રી પોતપોતાના રૂપકોનો ઉપયોગ કરવા સ્વતંત્ર હોય છે પણ આ અધૂરી રચનામાં ગૂંચવણ થઈ.
very nice creation its full feelings and its bottam from heart