ચિંતાની ચિતાને લાશોનો ખડકલો
પહેરીને ઉભો છે યમરાજ ડગલો
કાળના મુખમાં ધકેલી રહ્યો છે
ને જીવનથી છુટકારો આપી રહ્યો છે.
આંસુંની શ્રધ્ધાંજલિ
ને ગમગીનીના પહાડો
ચોફેર છે તેનો ખડકલો
પહેરીને ઉભો છે યમરાજ ડગલો
નિશાની નથી
કે નથી ઉઝરડા
તોય દુઃખના છે હજાર લસરકા
ચિંતાની ચિતાને લાશોનો ખડકલો
પહેરીને ઉભો છે યમરાજ ડગલો.
very nice
વાહ હિરલ સરસ…સવેદન કવિતામા…
ખૂબજ સરસ