Skip to content

Month: October 2011

સોયનુ નાકુ

સોયના નાકામાં દોરો પરોવવાનો પ્રયત્ન કરુ છું ને રડી રડી સુજી ગયેલી આંખો ચૂવાનું શરુ કરી દે છે જીંદગી પણ તો સોયના નાકા જેવી જ્યાં પ્રયત્ન કરો પરોવવાનું ને છટકી જાય શ્વાસ!

મેઘધનુષી રંગ

વૃક્ષને ખબર નહિ વસંત વિશે ફૂલ આપે એક વ્યાખ્યા : “જ્યારે આંખ્યુમાં મેઘધનુષી રંગ બસ એટલે જ વસંત” ને વૃક્ષ સમજી જાય છે!!!

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!