“ઇચ્છાઓ”
સામેના પીપળા પરથી
ખરે છે પાંદડા
બસ
ઍટલી સાહજીકતાથી
નથી ખેરવી શકતી
હું
મારી ઇચ્છાઓ!
“સ્મૃતિઓની વાવ”
સાવ હવડ થઇ ગઇ છે
સ્મૃતિઓની વાવ
પગથિયે પગથિયે થઇ ગઇ છે લીલ
લપસી જાઉં વારે વારે
એ ડરે ઉભી છું
બહાર!
“ઇચ્છાઓ”
સામેના પીપળા પરથી
ખરે છે પાંદડા
બસ
ઍટલી સાહજીકતાથી
નથી ખેરવી શકતી
હું
મારી ઇચ્છાઓ!
“સ્મૃતિઓની વાવ”
સાવ હવડ થઇ ગઇ છે
સ્મૃતિઓની વાવ
પગથિયે પગથિયે થઇ ગઇ છે લીલ
લપસી જાઉં વારે વારે
એ ડરે ઉભી છું
બહાર!
સ્મૃતિઓની વાવ – ગમ્યુ..
બન્ને ખુબ જ સરસ છે
બન્ને કાવ્યો ખુબ સરસ ..!!