Skip to content

આંસુ પ્રુફ શ્યામ

એને નડતી નથી કોઇની આણ
હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ

ભૂલી ગયો છે જમના ગોદાવરીના ગામ
હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ

માખણ મીસરીના ક્યાં છલકે છે ઠામ
હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ

વાંસળીના સૂરમાં ક્યાં છલકે કોઇ નામ
હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ

નરસિંહના ભજનમાં બોલાતા કૃષ્ણના દામ
હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ

સદીઓથી મીરાંના મનમાં ઉગેલી એક વાત
તું ક્યારે થઇ ગયો આંસુ પ્રુફ મારા શ્યામ?

Published inઅપ્રકાશિત કાવ્યો

5 Comments

  1. JAYPRAKASH VYAS JAYPRAKASH VYAS

    દર્દનો જ્યારે માત્ર હકીકત રૂપે અહેસાસ થાય …
    ત્યારે જ આવું સર્જન થાય .
    સ્ટેજ પરફોમન્સ માટે સારી રચના (પરંતુ મારા મતે નીચેના થોડાં સુધારા સાથે)
    આંસુ પ્રુફ શ્યામ
    નડતી નથી એને કોઇની આણ
    હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
    ભૂલી ગયો તું જમના ગોદાવરીના ગામ
    હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
    માખણ મીસરીના ક્યાં છલકે છે ઠામ ?
    હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
    વાંસળીના સૂરમાં ક્યાં છલકે છે કોઇ નામ ?
    હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
    નરસિંહના ભજનમાં બોલાતા કૃષ્ણના દામ
    હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
    સદીઓથી મીરાંના મનનો છે વલોપાત
    તું શાને થયો આંસુ પ્રુફ ઓ! મારા શ્યામ ?
    એક તારા આંસુની ભીનાશ ને તલશે આખુંય આ ધામ
    ———————————————–
    – જયપ્રકાશ વ્યાસ

  2. JAYPRAKASH VYAS JAYPRAKASH VYAS

    દર્દનો જ્યારે માત્ર હકીકત રૂપે અહેસાસ થાય …
    ત્યારે જ આવું સુંદર સર્જન થાય .
    સ્ટેજ પરફોમન્સ માટે સારી રચના (પરંતુ મારા મતે નીચેના થોડાં સુધારા સાથે)
    —————————————————–
    આંસુ પ્રુફ શ્યામ
    ————–
    નડતી નથી એને કોઇની આણ
    હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
    ભૂલી ગયો તું જમના ગોદાવરીના ગામ
    હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
    માખણ મીસરીના ક્યાં છલકે છે ઠામ ?
    હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
    વાંસળીના સૂરમાં ક્યાં છલકે છે કોઇ નામ ?
    હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
    નરસિંહના ભજનમાં બોલાતા કૃષ્ણના દામ
    હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ
    સદીઓથી મીરાંના મનનો છે વલોપાત
    તું શાને થયો આંસુ પ્રુફ ઓ! મારા શ્યામ ?
    ———————————————–
    એક તારા આંસુની ભીનાશ ને તલશે આખુંય (મારૂં) આ ધામ
    ———————————————–
    – જયપ્રકાશ વ્યાસ

  3. kajal kajal

    Indeed perfect one!!

  4. it is very good & heart touching

    Manoj & Gita Thaker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *