થાય છે,
પાછા જવું છે સ્કૂલે
કવિતાઓ તો હજી’યે યાદ છે
હવે ગોખવી નહિ પડે
પાક્કા ગણતરીબાજ થઇ ગયા છીએ
એટલે દાખલા ગણવા તો સાવ સહેલા
ખોબલે ખોબલે પાણી પીવાના સુખને
“ટાંકી ચોખ્ખી તો હશે ને??”, નો વિચાર હડસેલી દે છે
કીટ્ટા કરી,
સાહજીકતાથી
બુચ્ચા કરવા જેટલી નિર્દોશતા હવે ક્યાં બચી છે!
લાગે છે,
જ્યાં છીએ ત્યાં બરાબર છીએ!
એક કવયિત્રી
Why are we lose innocence day by day? Sometimes I wonder if the children who are still studying school have same innocence that we had or not? Though these children mature quickly, but does it mean they also lose their innocence very quickly? If at this rate the deterioration of values and innocence continue, where will we find these qualities in near future?
Hiral …kya bat…hai…very nice….