લડવા જાય સૈનિક
ને પહેરે મોટું બખ્તર
મેં તૈયાર કર્યું છે
તારા માટે દફતર
ધાર કાઢે તલવારને
બસ એમ તારી પેન્સિલ ને
અન્યાય સામે લડજે તું’ય
ભણી-ગણીને વધજે તું
અજ્ઞાનને-અંધકારને
ઓગાળીને પીજે તું
ભણી-ગણીને વધજે તું
ઉડજે ગાજે તું પંખી જેમ
આકાશ જેટલું વધજે તું
Be First to Comment