૧.ચોમાસાની રાહ જોઈને વરસાદ બની ગઈ એક ખેડૂતની આંખો. ૨. મેં વાંચી એની આંખો ને ‘ગીતા’ વાંચવાની પડતી મૂકી! ૩. એણે આંખો પર કાળા ચશ્મા લગાવ્યા ને ગમતું અંધારું એને વળગી પડ્યું. ૪. વરસાદ આવ્યો ને ચાતક બનેલી આંખો શોધવા લાગી કોઈને. ૫. પણીમાં મુકેલી કાગળની હોડી ને તરવા લાગ્યું આંખ સામેથી આખું બાળપણ.
Author: vasantiful
છેલ્લો કશ
સવજી ચા પીવા બેઠો. ચા રકાબીમાં કાઢીને મોઢે માંડવા જાય, ત્યાં તો ખાંસીનો એકધાર્યો હુમલો આવ્યો. રકાબીની અડધી ચા ખમીસ પર ને અડધી જમીન પર ઢોળાઈ ગઈ. ખાંસીખાસીને આંખોમાં પાણી ધસી આવ્યું. રાધા ફટાક કરતી ઊભી થઈ, પાણી લઈ આવી. પણ સવજીની ખાંસી હજી અટકી ન્હોતી. “તમે દાક્તરને બતાવી દો. આ ખાંસી બઉ દિ’થી છ.”,…