Skip to content

Category: પ્રકાશિત કાવ્યો

આકાશી કેનવાસ

સવારે ઉતાવળમાં મસાલિયાનો ડબો પડી જાય છે ફર્શ પર ને રચાય છે આકાશી કેનવાસ હું શોધવા મથુ છું ડૂબતા સૂર્યને એ કેનવાસ પર પણ હું જ ડૂબી જઉ છું રંગોની દુનિયામાં અચાનક, કૂકરની વ્હીસલ વાગે છે ને હું બહાર આવી જઉ છું પાછી, સમયની સાથે ચાલતી સવારમાં !! (પ્રકાશિત :…

સહી-સલામત

હું ઘરની બા’ર નીકળુ છું, પાછા ફરવાની શક્યતા વગર. ક્યારે શું થાય, ને હું મરી જાઉં. હવે હું, સરનામું રાખુ છું મારી પાસે, જેથી મારી લાશ ઘરે પહોંચી શકે, સહી-સલામત!!!! [પકાશિત : કવિ- ઓગસ્ટ ૨૦૦૨]

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!