મમ્મી-પપ્પા જે નાનપણથી આપણને શીખવાડે જુઠ્ઠુ બોલવું નહિ એ બહુ સિફતતાથી જુઠ્ઠુ બોલે, પકડી પણ શકીએ નહિ એવી રીતે. ફોન પર એટલા નોર્મલ ટોનમાં વાત કરે કે ખબર જ ન પડે કંઈ થયું છે કે નહિ. દર વર્ષે વેકેશનની નાના છોકરાની જેમ જ રાહ જોવે દીકરી આવે ને દોહિત્રો / દોહિત્રી સાથે એટલે જ તો!…
Category: અન્ય સાહિત્ય
અગાશી
ખા…સ્સો વખત થઈ ગયો અગાશી પર જવાયું નથી. અગાશી ભલે ઘરની અંદરનો ભાગ નથી પણ હજીયે હૈયાની અંદર મોકળી બની ગયેલી એક જગ્યા તો છે જ. અગાશી સાથે જોડાઈ છે અસંખ્ય ઘટનાઓ, અસંખ્ય વિચારો અને અસંખ્ય લાગણીઓ. પહેલાં ધોરણમાં બા-દાદા સાથે રહેતી ત્યારે દાદા ભણાવતા ને કવિતા ગોખવા કહેતા. ત્યારે અગાશી પર જઈ મોટે-મોટેથી ‘ચાલો…