૧. હરિજન
મારા ઘરની પાસે
દરરોજ
આવે છે એક હરિજન
કૂડા-કચરાની ઢગલી કરે છે
એને સળગાવે છે
જાણે
પોતાની ઇચ્છાઓને સળગાવતો હોય તેમ..!!!
(૧૪-૯-૨૦૦૨)
૨. પથ, પ્રકાશ ને પ્રેરણા
હું
અંધકારમાં
પ્રકાશ આપતો દીવો
સળગતી મિણબત્તી
કે
મશાલ બનું
તાત્પર્ય એટલું કે
હું
સૌનો પથ, પ્રકાશ ને પ્રેરણા બનું….!
૩. ક્રેક્ટસ ફ્લાવર
મેં રાખ્યું છે
એક
ક્રેક્ટસ ફ્લાવર
જાણે
જિંદગી એટલે
ફૂલ અને કાંટાનુ મિશ્રણ…!!!

મર્મ સરસ છે પણ જરા બોલકાં છે..
As-usual nice one!
સરસ હળવા કાવ્યો
પહેલું કાવ્ય દલિત કાવ્ય પરંપરામાં ખુબ જ બળકટ છેલ્લી પંક્તિ
ઉઘાડી છે,કાવ્યને લાઉડ કરે છે.કદાચ”જ્વાળામાં લાલચબોળ તાકી રહે છે એકાકી” કાવ્યને વધારે બળ આપી શકે.અને બાકીના બન્ને કાવ્યો વ્યાખ્યાત્મક થઈ ગયા છે.”જિંદગી એટલે
ફૂલ અને કાંટાનુ મિશ્રણ…!!!–તપેલી એટાલે ભાત મૂકવાનું સાધન!!!
Nice site. Included your site on ફોર એસ વી – સંમેલન for more readers to access your site.
શૂરાતન,
સમાધાન,
અને સ્વિક્રુતિના
ભાવોથી અભિભૂત થયેલા
ત્રણેય કાવ્યો
ટૂંકા છતાં ખૂબ ઊંડા લાગ્યા.
Keep it up !!!