વહેલી સવારે
સોમનાથના દરિયા કિનારે
ભીની રેતીમાં ચાલુ છું
ભીની હવા
ભીંજવે છે મારા પગને, ને આંખોને
કલરવ કરતા પક્ષીઓનું એક ઝૂંડ
મારા પરથી પસાર થઇ જાય છે
ને કેટલાય વિચારો મારા મનમાં ઉભરાય છે
સંભળાય છે સવારની આરતીનો ઘંટારવ
ને આંખ ખૂલી જાય છે….
“ૐ ત્રંબકમ યજામહે….”ના એલાર્મ ટોનથી….
સોમનાથ
વાંચન સમય: < 1 મિનિટ

સ-રસ !
આખી ઘટના એલાર્મ ટોનના કારણે મજાની કાવ્યકૃતિ બની શકી….
વિવેકભાઇ સાથે સહમત છુ..
લતા હિરાણી
િરલ્,
કવિતા સરસ છે.અમોને ગમેલ છે
મનોજ -ગીતા
સંસાર સ્વપ્નતૂલ્યો હી – રાગ-દ્વેષાદિ સંકુલઃ
સ્વકાલે સત્યવદ્ભાતિ – પ્રબોધે સતિઅસત ભવેત
શ્રીમદ શંકરાચાર્યજીના સદાચાર સ્તોત્રનો આ શ્લોક યાદ આવી ગયો.
અહીં શું એલાર્મ ને ઉપદેશક ગણવો?
તા.૧૫-૧૨-૨૦૧૦
જન્મ-દિવસના ખૂબ ખૂબ અભીનંદન.
શતમ જીવો શરદઃ
આપના પ્રતિભાવો અને રચનાઓ સતત મળતા રહે તેવી ઝંખના સાથે શુભેચ્છાઓ…..
જગજિતસિઁહ ની ગજલ યાદ આવી ગઈ
“યે કાગજ કિ કસતિ યે બારિશ કા પાની”
સુંદર અતિ સુંદર