કોઇ શરીર ધૂમ્રસેર થઇ જાય છે
ને ભળી જાય છે હવામાં
જેના શ્વાસ ભળ્યા હશે
ક્યારેક બીજા કોઇના શ્વાસમાં
“કાઢી” જવાની વાત
કાઢી નાખવા જેવી નથી
વિલિન થઇ ગયેલું શરીર
વિસરી જવું સહેલું નથી
આભાસ થાય આસપાસ સતત
ને પાંપણ સાવ કોરી નથી
શબ્દોથી નહિ તો કાંઇ નહિ
આંસુની અંજલી ઓછી નથી.

Very nice…. thoughts…
આંસુની અંજલી
વાહ…
કાઠીને બદલે કાઢી જોઇએ બહેના
લખાણ વાઁચ્યુઁ ને ગમ્યુઁ.આભાર !
હિરલ,
મારી ભૂલ ન થતી હોય તો અંતિમ કડીમાં જોડણીદોષ છે. “અંજલિ” હોવું જોઈએ.
આભાર.